સહિત્યિક પરિચય પુરૂ નામ: રસિકલાલ મનસુખલાલ દવે (નિવૃત્ત હા.સે.શિક્ષક) જન્મ. તા. 31-12-1953 ઉમર: 69 વર્ષ અભ્યાસ: બી. એસસી., બી. એડ., એમ. એ. સાહિત્ય પ્રીતિ કોલેજકાળથી જ. આથી સાહિત્યનું વાંચન સાથે લેખન પણ કરતો. જોકે ક્યાંય પ્રકાશિત કરવા ના મોકલતો. 1979માં આકાશવાણી રાજકોટ પર 'યુવાવાણી' માં મારા કાવ્યો પ્રસારિત થયેલા.1980 સુધી ટૂંકી વાર્તા અને લધુવાર્તા ઓ તેમજ ગીત, ગઝલ, અછાંદસ લખાયા. એક સમય એવો પણ આવ્યો કે 1985 થી 2009 સુધી ખાસ કંઈ લખાયું નહીં. 2013માં મારી આઠ ગીત-ગઝલ રચનાઓનું MP3 આલ્બમ "વાયરાની ડેલિયે" મારા પુત્રોએ તૈયાર કરાવ્યું જેમાં સ્વર અને સ્વરાંકન પિયુષ દવેનું છે. 2011 થી સોસિયલ મિડિયા વોટ્સેપ પર અને ફેસબુક પર લખતો થયો. 2021ના માર્ચ થી વાર્તાવિશ્વ-કલમનું ફલક ગ્રૂપમાં સામેલ થયો અને વાર્તા લેખન ફરી લખવાનું શરૂ થયું. આમ તો આ ઘટના પાકા ઘડે કાંઠા ચડાવવા જેવી હતી, પરંતુ ગ્રૂપમાં થી પ્રોત્સાહન મળતુ રહ્યું અને લખાતું રહ્યું જે આજે પુસ્તક સ્વરૂપે સંગ્રહીત થયું છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.