વાંચક મિત્રો દવામુક્ત વૈદક શાસ્ત્રનો પાયો પ્રાકૃતિક ચિકિત્સા છે અને યોગ એ પ્રાકૃતિક ચિકિત્સાનું એક અંગ છે ત્યારે યોગનું આ પુસ્તક તમારી સમક્ષ મુકી હું ખુબજ આનંદ અનુભવું છું અને તમે પણ આ પુસ્તક વાંચી આનંદ મેળવશો તેવી મને ખાતરી છે. યોગનો મહિમા માત્ર શબ્દોથી નહીં અનુભવથી સમજાઇ શકે અને તેમાં આગળ આવવું હોય તો પરંપરાગત ક્રિયાઓ કરતાં નવા ખ્યાલો ઉપસાવવા પડે. આવા નવા ખ્યાલોને યોગ્ય રીતે વ્યકત કરવા માટે નવા શબ્દો પ્રયોજવા પડે. માનવ સ્વાસ્થ્યના હિતાર્થે યોગચિકિત્સા લોકભોગ્ય બને તેવા હેતુથી સ્વાનુભાવ વાંચન ચિંતન અને તાલિમના જોર ઉપરથી લખાયેલું આ પુસ્તક દરેકના જીવનમાં ઉપયોગી થશે તેવી પણ ખાતરી છે. આ પુસ્તક લખવાની પ્રેરણા અને મારી અંતર આત્માના અવાજથી તેમજ મારા લાંબા સમયના યોગ પરનાં અનુભવ ઉપરથી તથા મારા માતા-પિતાના આશિર્વાદથી મળી છે. આ પુસ્તક યોગની ખુબજ સહેલી ભાષામાં તેમજ સચિત્ર દર્શાવવામાં આવ્યું હોવાથી તેમને યોગની દરેક ક્રિયામાં ખુબજ સહેલાઇ સાબિત થશે. આ પુસ્તક વાંચ્યા અને નિયમિત અભ્યાસ પછી તમારે બીજું કંઇપણ કરવાની જરૂર નહીં રહે તેની ખાતરી હું આપુ છું. *** આસન પ્રાણાયામ તેમજ અન્ય યૌગિક ક્રિયા કરવાથી શરીર તંદુરસ્ત અને નિરોગી બને છે આ વાત આપણા પ્રાચીન ઋષિમુનિઓથી ચાલતી આવે છે પણ તકલીફ નિયમિત અમલમાં મુકવાની છે તો આ તકલીફ દુર કરવા માટે અને કોઇ દવા-દારૂ કે કોઇ ખોટા ખર્ચા વગર ઘરબેઠા નિરોગી સ્વાથ્ય મેળવવા માટે એકવાર અવશ્ય આ પુસ્તકનો લાભ લો અને બીજાઓને પણ આ લાભ લેવડાવો. આ ચોપડી તમે તમારા સ્વજનો તથા મિત્રોને ભેટમાં આપી તેમની તંદુરસ્તીમાં અવશ્ય સુધારો-વધારો કરી શકો છો.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.