રવીન્દ્રનાથ એક ગીત છે રંગ છે અને એક અસમાપ્ત વાર્તા. બંગાળીમાં લખવા પર પણ તેઓ કોઈ પ્રાંત અને ભાષાના રચનાકાર નથી બલ્કે સમયની ચિંતામાં મનુષ્યને કેન્દ્રમાં રાખીને વિચાર કરવાવાળા વિચારક પણ છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ એમના માટે નારો નહીં આદર્શ હતું. ફક્ત ‘ગીતાંજલિ’થી એ ભ્રમ પણ થયો કે તેઓ ફક્ત ભક્ત છે જ્યારે એવું નથી. હકીકતમાં ટ્વિટમેનની જેમ એમણે ‘આત્મ સાક્ષ્ય’થી જ પોતાની રચનાધર્મિતાને જોડીને રાખી. આથી તેઓ માનતા રહ્યા કે કવિતાની દુનિયામાં દષ્ટા જ સૃષ્ટા છે- ‘અપારે કાવ્ય સંસારે કવિરેવ પ્રજાપતિ' જો કે તે પારંપરિક દર્શનની વાંસળીના વાદક છે છતાં પણ એમાં સુર ફક્ત રવીન્દ્રના છે. પોતાની આસ્થા અને શોધના સુર. કલા એમના માટે શાશ્વત મૂલ્યોનો સંસાર હતી.